ચાલો હું તમને ગૌરવ ના અર્થો જણાવું.
૧. ઉત્કર્ષ; ચડતી.
૨. (ન્યાય) એક પ્રકારનો દોષ. બુધ્ધિ બધા નિયમોને બને ત્યાં સુધી એક નિયમ નીચે લાવવા મથે છે. આ ઉપર થી એમ ફલિત થાય કે જ્યાં એક વસ્તુનો તર્ક કરવાથી ચાલતું હોય ત્યાં બેનો ન કરવો અને જ્યાં સરલ પધ્ધતિથી ન કરવો. આ નિયમનો ભંગ કરવો એ ગૌરવદોષ કહેવાય છે.
૩. અગત્ય.
૪. અભિમાન; ગર્વ.
૫. આદર; સન્માન.
૬. આબરૂ; ઇજ્જત.
૭. આસક્તિ; લાગણી.
૮. ગમન; ગતિ.
૯. ગુરુપણું; ગુરુનું કર્મ.
૧૦. ઘણો અર્થ સમાયેલો હોય તેવું કાવ્ય.
૧૧. ચલણ; વગ.
૧૨. ભક્તિ.
૧૩. મહતા; મોતાઈ; પ્રતિષ્ડા; મોભો.
૧૪. લાલિત્ય; છટા.
૧૫. વજન; ભાર.
૧૬. શોભા; ભપકો.
૧૭. સાંકૃત્યન ગોત્રનું એ નામનું એક પ્રવર.
૧૮. ગુરુ સંબંધી.
તમે વિચારતાં હશો કે એક નામનાં આટલા બધાં અર્થો ક્યાંથી મળ્યાં. વાત જાણે એમ છે કે કાલે હું Google પર સર્ચ કરી રહીયો હતો અને મારા ધ્યાનમાં એક ગુજરાતી બ્લોગ આવીયો - http://www.funngyan.com/. આ બ્લોગ ઉપર ભગવદ્ગોમંડલ ઓનલાઇનનો ઉલેખ કરવામાં આવીયો હતો. એક એવી વેબ-સાઇટ જેમાં દરેક શબ્દનો અર્થ સમાયેલો છે. ભગવદ્ગોમંડલ ગુજરાતી ભાષાનો મહાન જ્ઞાનકોશ છે. જેને ગુજરાતી ભાષાની Oxford Dictionary કે Britannica Encyclopedia તરીકે બિરદાવામાં આવી છે. ભગવદ્ગોમંડલ ઓનલાઇન એ ભગવદ્ગોમંડલનો વેબ-બેઇજ્ડ સ્વરૂપ છે. જેમાં અંદાજે ૨.૮૧ લાખ શબ્દો અને તેનાં ૮.૨૨ અર્થોનો સમાવેશ કરી લેવામાં આવીયો છે. ગુજરાતી ભાષાના કુલ ૨૮,૧૫૬ રૂઢિપ્રયોગો અને ૧૦,૦૦૦ થી ઉપરાંત કેહવતોનું અપાર વૈવિધ્ય પણ આ કોશમાં આવરી લેવામાં આવીયુ છે. આ કોશમાં વિજ્ઞાન, સાહિત્ય, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, ભુગોળ, ખગોળ, વ્યાપાર, યોગ, રોગ વગેરે વિષયોને આવરી લેવામાં આવ્યા છે. ૨૭ વર્ષના સખત પરિશ્રમ બાદ તૈયાર થયેલો ૧૦,૦૦૦ પન્નાનો એક માત્ર ગુજરાતી કોશ છે. જે ગુજરાતના સાહિત્ય પ્રેમી વાચકો માટે સમર્પ્રિત કરવામાં આવીયો છે.
No comments:
Post a Comment